Connect Gujarat
અમદાવાદ 

પોલીસ કનડગત કરે તો ડાયલ કરો 14449 નંબર, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે

પોલીસ કનડગત કરે તો ડાયલ કરો 14449 નંબર, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર
X

અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરતા દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં આ મુદ્દે આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટને ગત સુનાવણીમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે સરકારે 14449 નંબર સરકારે જણાવ્યો હતો. જે હવે એક્ટિવેટ થઈ ચૂક્યો છે. પોલીસ સામે ફરિયાદ કરતા જ ડાયરેક્ટ DG કંટ્રોલરૂમમાં ફોન જશે. સરકારે આ નંબરની જાહેરાત કોર્ટ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મોટા ચાર રસ્તાઓ ઉપર વગેરે જગ્યાએ કરી છે. પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે. જ્યાંથી જે-તે શહેરના પોલીસ કમિશનર અથવા જે-તે જિલ્લાના SPને ઇ-મેઇલ દ્વારા ફરિયાદ મોકલવામાં આવશે. આ નંબરની જાહેરાત રેડિયો અને ટેલવિઝન ઉપર પણ કરવામાં આવશે.

Next Story