અલવિદા ઇલાબહેન: પદ્મભૂષણ-રોમન મેગ્સેસેથી સન્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ, સેવા સંસ્થાના સ્થાપક તેમજ રેમન મેગ્સેસે સહિતના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

અલવિદા ઇલાબહેન: પદ્મભૂષણ-રોમન મેગ્સેસેથી સન્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન
New Update

અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે.ઇલાબહેનના નાના અમદાવાદના જાણીતાં સર્જન હતાં અને સરકારી હોસ્પિટલ્સમાં લોકોની સેવા કરતા હતાં. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે તેમની નોકરી છોડી દીધી હતી. ઈલાબહેનના ત્રણેય મામા પણ સ્વતંત્રતા સેનાની હતાં. આખાયે પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો હતો. આખા પરિવાર પર મહાત્મા ગાંધીનો ઘણો પ્રભાવ હતો.

આ પરિવાર ગાંધીજીના દરેક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો. અમદાવાદમાં જન્મેલાં ઈલાબહેનના માતા-પિતા સુશિક્ષિત હોવાથી પરિવારમાં જ તેમને શિક્ષણ, સંસ્કારિતા અને જાગૃતિનું વાતાવરણ મળ્યું હતું. સુરતની એમટીબી કોલેજમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદમાં તેમણે કાયદાની વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી હતી. આરંભે એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે નોકરી કર્યા બાદ તેઓ ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશન સાથે જોડાયા હતા.


આ નોકરી જ આખરે તેમના જીવનધ્યેય સુધી દોરી જવામાં નિમિત્ત થઈ હતી. ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશનના માધ્યમથી ઈઝરાયેલની સ્ટડી ટૂર પર ગયેલાં ઈલાબહેન ત્યાં સ્વનિર્ભર મહિલાઓ માટેના કાયદાઓ અને તેમને મળતી સુવિધાઓ ઉપરાંત તેમનાં પ્રશ્નોથી વાકેફ થયા. તેમણે વિચાર્યું કે આ બાબત તો ભારતીય મહિલાઓને વધુ તીવ્રતાથી સ્પર્શે છે. આથી તેમણે ભારત પરત ફરીને લેબર એસોસિએશનના માધ્યમથી સેલ્ફ એમ્પ્લોય્ડ વિમેન એસોસિએશન (સેવા)ની સ્થાપના કરી.

ઘરે બેસીને રોજગારી મેળવવા ઈચ્છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે અને સન્માનજનક આવક મળે એ માટે સેવા સંસ્થાના માધ્યમથી ઈલાબહેનની દીર્ઘદૃષ્ટિ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેનો લાખો મહિલાઓએ લાભ લીધો છે. મહિલાઓને રોજગાર માટે લોન મળે એ માટેના તેમનાં પ્રોજેક્ટ્સનું વિશ્વમાં અન્યત્ર પણ અનુકરણ થયું છે.

#Breaking News #ConnectGujarata #Ilaben Bhatt #Ilaben Bhatt Passed Away #અલવિદા ઇલાબહેન #ઈલાબેન ભટ્ટ #પદ્મભૂષણ
Here are a few more articles:
Read the Next Article