અમદાવાદ : લૂંટારુઓ પણ બન્યા બેફામ,આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લૂંટ ચલાવી,લૂંટારો થયા ફરાર

અમદાવાદમાં ઇન્કમટેક્સ પર સાંજના સુમારે ત્રણ લોટારુઓ બે અલગ અલગ મોટરસાયકલ દ્વારા ઇન્કમટેક્સ બ્રિજ પાસે પોહચ્યા હતા.

New Update
અમદાવાદ : લૂંટારુઓ પણ બન્યા બેફામ,આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લૂંટ ચલાવી,લૂંટારો થયા ફરાર

રાજ્યમાં વધતા જતા કોરોનાની વચ્ચે લૂંટારુઓ પણ બેફામ બન્યા છે. અમદાવાદમાં ઇન્કમટેક્સ પર સાંજના સુમારે ત્રણ લોટારુઓ બે અલગ અલગ મોટરસાયકલ દ્વારા ઇન્કમટેક્સ બ્રિજ પાસે પોહચ્યા હતા. જ્યાં ત્રણ અલગ અલગ આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરીગ કરી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે.

અમદાવાદમાં ફરી એક વખત લોટારુઓ બેફામ બન્યા છે. ઇન્કમટેક્સ બ્રિજ પાસે સમી સાંજે અગડીયા પેઢીના કર્મચારીઓને ત્રણ લૂંટારુઓ લૂંટ કરી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ત્રણ અલગ અલગ આંગડિયા પેઢીના કર્મચારીઓ પૈકી એક કર્મચારી કે.અશ્વિન નામની અગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં કર્મચારીને પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ક.અશ્વિન, માધવ મગન અને મહેન્દ્ર પ્રવીણ નામની ત્રણ અગડીયા પેઢીના કર્મચારીઓ મહેસાણા , ડીસા થઈ રોકડ રકમ અને દગીનાઓ લઈને અમદાવાદ રત્નપોળ ખાતે આવી રહ્યા હતા. તે દરમ્યાન રાણીપ બસ સ્ટોપ પાસેથી પર્સનલ રીક્ષા ચાલકને ફોન કરી ઇન્કમટેક્સ બ્રિજ પાસે ઉભા રહેવાનું જમાવ્યું હતું તે દરમ્યાન ત્રણ લૂંટારુઓ બે અલગ અલગ મોટરસાયકલ પર આવી પાછળથી અગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો. જેમાં મહેન્દ્ર પ્રવીણ અગડીયા પેઢીના કર્મચારી પાસથી 4.50 લાખ રોકડ અને 4 થી 5 કિલો ચાંદીના દાગીના અને માધવ મગન અગડીયા પેઢીના કર્મચારી પાસેથી 3 લાખ રોકડ અને 2 થી 2.5 કિલો ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ કે.અશ્વિન અગડીયા કર્મચારી પાસેથી કેટલી રકમ અને કેટલા દાગીનાની લૂંટ થઈ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

જોકે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણકારી અમદાવાદ શહેર પોલીસને મળતાની સાથેજ સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ ગઈ હતી. હાલ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્રણે આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથધરી છે.

Latest Stories