/connect-gujarat/media/media_files/2026/02/08/metro-2026-02-08-20-00-43.jpg)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા ICC મેન્સ T-20 વર્લ્ડકપ મેચને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારી ICC મેન્સ T-20 વર્લ્ડકપ મેચને ધ્યાનમાં રાખીને AMC અને મેટ્રો રેલ સત્તાવાળાઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચના દિવસે અમદાવાદ મેટ્રો સેવા રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે.
સામાન્ય દિવસોમાં મેટ્રો સેવા રાત્રે 10 વાગ્યા સુધી જ ઉપલબ્ધ હોય છે. પરંતુ ICC મેન્સ T-20 વર્લ્ડકપ મેચ દરમિયાન દર્શકોને કોઈ તકલીફ ન પડે તે માટે મેટ્રો સમયપત્રકમાં 2 કલાક 30 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે.
જેમાં મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમથી એપીએમસી સુધી રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:20 વાગ્યા સુધી દોડશે,જ્યારે ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ સુધી રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધીનો મેટ્રોનો સમય રહેશે,આ ઉપરાંત ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી થલતેજ ગામ સુધી રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધી મેટ્રો દોડશે,વધુમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી મધ્યરાત્રિના 11:40 વાગ્યે તથા મધ્યરાત્રિના 12:10 વાગ્યા સુધી મેટ્રોની સેવાનો લાભ યાત્રીઓ લઇ શકશે.