/connect-gujarat/media/post_banners/aa998a708e8078cfb5572ab3b0d902a15c62ef5866ecf0f32176e05f55f4b7ad.jpg)
વડગામના ધારાસભ્ય MLA જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડના મામલામાં અમદાવાદના સારંગપુર વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના મુદ્દે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા આજે સારંગપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર,યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ વાઘેલા અને કાર્યકર્તાઓ જોડાયા હતા કોંગ્રેસના આગેવાનો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા. પોલીસ અટકાયત કરવા આવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી.જો કે પોલીસે એક બાદ એક નેતાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જિગ્નેશ મેવાણીની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે