/connect-gujarat/media/media_files/2026/02/05/sanand-police-2026-02-05-13-05-49.jpg)
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, સાણંદના ગોરસ સિમ નજીક એક પ્રાઈવેટ વિકેન્ડ હોમમાં AVની 25મી એનીવર્સરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા. અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 11 જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો.
પોલીસે રેડ કરતા જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ 80 જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. માહિતી અનુસાર મહિલાઓને સાડા ત્રણ વાગ્યે વહેલી સવારે જ્યારે પુરુષોને સાડા પાંચ વાગ્યે વહેલી સવારે જ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓને મેડિકલ તપાસ બાદ નોટિસ ફટકારીને છોડી મૂકવામાં આવી હતી. જ્યારે પુરુષો હજુ પણ પોલીસની જ કસ્ટડીમાં હોવાનું જાણવા મળ્યું છે.
સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોરજ ગામની સીમમાં 'સફલ નિર્વાણા ગ્રીન્સ' ખાતે યોજાયેલી એક હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારના રહેવાસી 49 વર્ષીય અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી લગ્નતિથિની ઉજવણી કરવા માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 2,91,84,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી વસ્તુઓની વિગત નીચે મુજબ છે.