અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરી ચિઠ્ઠી મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

ક્લિનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. આ દરમિયાન હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી....

New Update
Ahmedabad International Airport

જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં એક ચિઠ્ઠી મળી આવી હતી.જેમાં અમદાવાદ એરપોર્ટને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ સવારે9.30વાગ્યે પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ પોલીસ અનેCISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.  

અમદાવાદ એરપોર્ટ પર જેદાહથી આવેલી ઈન્ડિગો ફ્લાઈટ માંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લિનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. આ દરમિયાન હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

જેને લઈને એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આ ચિઠ્ઠીFSLમાં પણ મોકલવામાં આવશે તથા જે પણ મુસાફર ફ્લાઈટમાં હતા તેના પણ લખાણના સેમ્પલ લેવામાં આવશે. ધમકી આપનાર વ્યકિત અંગે તપાસ કરવામાં આવી રહી છે.