વટવા ખાતે 'ભવિષ્ય નિધિ ભવન'નું કરવામાં આવ્યું નિર્માણ
કેન્દ્રીય મંત્રીના વરદ હસ્તે ભવિષ્ય નિધિ ભવનનું લોકાર્પણ
6 જિલ્લાના 4 લાખ કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત
પ્રાદેશિક કચેરીમાં 21 હજાર પેન્શનરોને મળશે સેવાનો લાભ
EPFO કાર્યાલય 'ઈઝ ઓફ લિવિંગ'નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
અમદાવાદના વટવા ખાતે કાર્યરત થયેલું નવું 'ભવિષ્ય નિધિ ભવન' લાખો શ્રમિકોની પરસેવાની કમાણીનું સુરક્ષિત સરનામું બન્યું છે. વટવા સ્થિત EPFOની આ નવી પ્રાદેશિક કચેરી 7 હજારથી વધુ કંપનીઓના કર્મચારીઓ માટે આશાનું કિરણ લાવી છે. આ કેન્દ્ર દ્વારા અમદાવાદ, આણંદ, ખેડા, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના સભ્યોને ઝડપી સેવાઓ મળશે. શ્રમિકોના હક અને અધિકાર હવે માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ બન્યા છે.
નેશનલ હાઈવે-48 અને મેટ્રો સ્ટેશનની નજીક આવેલું આ સંકુલ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. ₹10 કરોડના ખર્ચે, 1,723 સ્ક્વેર મીટરમાં નિર્મિત આ ભવન સ્ટેટ-ઓફ-ધ-આર્ટ સુવિધાઓથી સજ્જ છે. પરિણામે કર્મચારીઓ માટે પીએફ ક્લેમ અને વિગતો અપડેટ કરવાની પ્રક્રિયા અત્યંત સરળ બની છે. એટલું નહીં, ટેકનોલોજી અને પારદર્શિતાના સમન્વયથી હવે પીએફ સંબંધિત કાર્યો માટે લાંબી પ્રતીક્ષા કે ધક્કા ખાવાની પરંપરાનો અંત આવ્યો છે.
સિંગલ વિન્ડો સિસ્ટમ અને ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી વટવાનું આ EPFO કાર્યાલય 'ઈઝ ઓફ લિવિંગ'નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પહેલ લાખો પરિવારોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં એક મજબૂત કદમ છે.