Connect Gujarat
અમદાવાદ 

રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે થયું નુકસાન

રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે થયું નુકસાન
X

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલ તો ચોમાસા જેવા માહોલ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની સિસ્ટમ સક્રીય નથી. જેથી ભારે વરસાદની રાજ્યમાં કોઇ સંભાવના નથી. પરંતુ તેમ છતા રાજ્યના અનેત જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, વરસાદ અંગે રાજ્યમાં કોઇ એલર્ટ નથી. ગુજરાતમાં ઘણા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ તાપીમાં સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના છે.

Next Story