/connect-gujarat/media/post_banners/5264bd8aa6bf2bdf8feb64a95aa5101acc6f2941dd92441d612b50bcd72e7c9c.jpg)
24મી માર્ચે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિતની જેલોમાં ગુજરાતના ગૃહવિભાગે એકસામટું સર્ચ ઓપરેશન કર્યું હતું ત્યારે તેની પાછળ અતીકની શંકાસ્પદ એક્ટિવિટીને માનવામાં આવી હતી ત્યારે આજે ઉત્તર પ્રદેશ પોલીસ સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી છે. સાબરમતી જેલમાં જેલવાસ ભોગવતા અતીક અહેમદની યુપી પોલીસ પૂછપરછ કરી હતી
સંભવતઃ પૂછપરછ બાદ અતીક અહેમદને યુપી પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને ઉત્તર પ્રદેશ લઈ જવાય રહ્યો છે કહેવાય છે કે ઉમેશ પાલની હત્યા પહેલાં અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાંથી વોટ્સએપ મારફત પોતાના સાગરીતોના સંપર્કમાં રહેતો હતો. અતીકને અમદાવાદથી પ્રિઝનરવાનમાં પ્રયાગરાજ લઈ જવાઈ રહ્યો છે અને આ સફર 36 કલાકની રહેશે જે પોલીસ માટે પડકારરૂપ બની રહેશે.
સાબરમતી જેલમાં રહેલ કુખ્યાત અતીક અહેમદની પૂછપરછ માટે આજે સવારે ઉત્તર પ્રદેશ પોલીસ 9:30 વાગે સેન્ટ્રલ જેલ પહોંચી હતી. બે મોટી પોલીસની ગાડીમાં પોલીસના જવાન અને 2 બોલેરો ગાડીમાં પોલીસ અધિકારીઓ એમ કુલ 30થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. સેન્ટ્રલ જેલ પહોંચીને અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી