અમદાવાદ : અમદાવાદીઓને માસ્ક પહેરવા કરતાં દંડ ભરવામાં વધુ રસ, જુઓ કેમ

અમદાવાદ : અમદાવાદીઓને માસ્ક પહેરવા કરતાં દંડ ભરવામાં વધુ રસ, જુઓ કેમ
New Update

કોરોનાની મહામારી સતત વકરી  રહી છે ત્યારે સંક્ર્મણને અટકાવવા માટે  રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યુનો અમલ કરાવવાની સાથે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. કોરોનાનું હોટ સ્પોટ ગણાતાં અમદાવાદમાં લોકોને માસ્ક પહેરવા કરતાં દંડ ભરવામાં વધુ રસ હોય તેમ જણાય રહયું છે. અમદાવાદમાં માસ્ક નહિ પહેરવા બદલ સાત દિવસમાં જ 50 લાખ રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે

અમદાવાદમાં  નાઈટ કર્ફ્યૂના અમલની સાથે પોલીસ દ્વારા ફરજીયાત ફેસ માસ્કના કાયદાનું પણ કડક રીતે પાલન કરવામાં આવે છે. તા. ૨૭ અને ૨૮મી નવેમ્બર આમ બે દિવસના સમયગાળામાં ૨,૮૦૦થી વધુ લોકો પાસેથી રૃ. ૨૮ લાખથી વધુ રકમ દંડ સ્વરુપે વસુલી છે. છેલ્લા એક અઠવાડિયામાં પાંચ હજારથી વધુ શહેરીજનો પાસેથી માસ્ક નહિં પહેરવા બદલ રૃ. ૫૦ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર તરફથી સત્તાવાર રીતે જાહેર કરાયેલી યાદી પ્રમાણે તા.૨૮મીએ નાઈટ કર્ફ્યૂ ભંગ બદલ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૨૮ જણાંની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે છતાં અમદાવાદવાસીઓ બેદરકાર દેખાઈ રહયા છે.

#Ahmedabad #Ahmedabad Police #Ahmedabad Collector #Ahmedabad News #mask fines #Wearing Mask #Ahmedabad Corona #Corona Virus Ahmedabad #ahmedabad corona checking
Here are a few more articles:
Read the Next Article