તારીખ 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખાને ધ્વસ્ત કરવામાં આવ્યું હતુ. આ મામલે લખનૌની CBI અદાલત પોતાનો ચૂકાદો સંભળવામાં આવ્યો છે. જેમાં લાલકૃષ્ણ અડવાણી મુરલીમનોહર જોશી,ઉમા ભારતી વિનય કટિયાર,ચંપત રાય,સાધ્વી ઋતુંભરા કલ્યાણસિંહ,સાક્ષી મહારાજ,બ્રજ ભૂષણ,લલ્લુસિંહ, આચાર્ય ધર્મેન્દ્ર,મહંત નૃત્ય ગોપાલદાસ,રામવિલાસ વેદાંતી સહિતના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. બાબરી ધ્વસં કેસનો 28 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે.
49 આરોપીઓ સામે CBIએ ચાર્જશીટ ફાઇલ કરી હતી. 49 આરોપીઓમાંથી 17 લોકોના મૃત્યુ થયા છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ અને વિનય કટિયાર પણ બાબરી કેસમાં આરોપી છે. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કારસેવાની મંજૂરી સુપ્રીમ કોર્ટ પાસે માંગવામાં આવી હતી. કહેવાયું હતું કે રામભક્ત ચબૂતરા પર સરયૂનુ જળ એક મુઠ્ઠી માટી ચડાવશે. તત્કાલિન ભાજપ સરકારે કહ્યુ હતું કે કારસેવક માત્ર કારસેવા કરી પાછા ફરશે. પરંતુ લાખોની સંખ્યામાં રામભક્તોએ વિવાદિત માળખાને ધ્વસ્ત કર્યું હતુ. માળખુ ધ્વસ્ત કરાયા બાદ તત્કાલિન કલ્યાણ સિંહ સરકારે રાજીનામું આપ્યું હતુ. સરકારે વિવાદિત માળખુ ધ્વસ્ત કરવાને લઈને તપાસના આદેશ આપ્યાં હતા. પહેલાં CB-CIDએ તપાસ કરી, પછી CBIને તપાસ સોંપવામાં આવી હતી.