“અમરનાથ યાત્રા 2021” : બાબા બર્ફાનીની પહેલી તસવીર આવી સામે, શિવલિંગ કદમાં ઘણુ મોટું જોવા મળ્યું

New Update
“અમરનાથ યાત્રા 2021” : બાબા બર્ફાનીની પહેલી તસવીર આવી સામે, શિવલિંગ કદમાં ઘણુ મોટું જોવા મળ્યું

બાબા બર્ફાની એટલે કે, અમરનાથ… બરફના શિવલિંગના દર્શન માટે દર વર્ષે લાખોની શિવભક્તો અમરનાથ જતાં હોય છે. આ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બને છે. અમરનાથ યાત્રા આગામી તા. 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન તા. 1લી એપ્રિલથી શરૂ થઈ જાય છે. સમગ્ર દેશમાં રજિસ્ટ્રેશન 446 બેન્ક શાખા મારફતે કરી શકાય છે. તેમા પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ-કાશ્મીર બેન્ક અને યસ બેન્ક વગેરેની શાખાઓનો સમાવેશ થાય છે.

અમરનાથ ગુફામાં ઠંડીના સમયે બનેલા શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગનું કદ પણ દર વર્ષ કરતાં ઘણુ મોટું છે. બાબા અમરનાથની પહેલી તસવીરમાં શિવલિંગનું સંપૂર્ણ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ યાત્રા માટે મેડિકલ સર્ટીફિકેટ ખૂબ જ જરૂરી છે. કારણ કે, ગુફા ખૂબ જ ઉંચાઈ પર આવેલી છે અને આ યાત્રા ઘણી મુશ્કેલ માનવામાં આવે છે. યાત્રાને લગતી યાત્રાને લગતી વધુ માહિતી બોર્ડની વેબસાઈટ www.shriamarnathjishrine.com પરથી મેળવી શકાય છે. જોકે 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલટાલના માર્ગે તા. 28 જૂનથી શરૂ થશે. જોકે આ યાત્રા તા. 22 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ જશે તેવું જણાવાયું છે.

Latest Stories