કોરોના સામેના જંગમાં ભારતની મદદ કરશે અમેરિકા; રસી ઉત્પાદન માટે કાચો માલ આપશે

કોરોના સામેના જંગમાં ભારતની મદદ કરશે અમેરિકા; રસી ઉત્પાદન માટે કાચો માલ આપશે
New Update

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, અજિત ડોવલે રવિવારે યુએસ એનએસએ સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત પછી યુ.એસ. હવે કોવિડ રસીના ઉત્પાદન માટે જરૂરી કાચા માલની ભારતમાં આયાત કરવા સંમત થયા છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે કે રવિવારે અમેરિકન એનએસએ (નેશનલ સિક્યુરિટી એડ્વાઇઝર), જૈકે સુલિવને ભારતના સમકક્ષ અજિત ડોવલના ફોન પર વાત કરી હતી.

આ દરમિયાન, જૈકે સુલિવને તાજેતરમાં ભારતમાં કોરોના કેસોમાં થયેલા ઉછાળા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ દરમિયાન જૈકેએ ભારત સાથેની મિત્રતાનો પુનરોચ્ચાર કર્યો અને આ સંકટ સમયે ભારતને તમામ શક્ય સહાય આપવાનું કહ્યું. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, "યુ.એસ.એ કોવિશિલ્ડ રસીના ભારતીય ઉત્પાદન માટે તાત્કાલિક જરૂરી કાચા માલના સ્ત્રોતોની ઓળખ કરી છે, જે ભારતને તાત્કાલિક ઉપલબ્ધ થશે."

આ ઉપરાંત, યુ.એસ. કોવિડ રેપિડ ટેસ્ટ કીટ, વેન્ટિલેટર અને પી.પી.ઈ. તુરંત ભારતને દર્દીઓની સારવાર કરવામાં મદદ કરશે અને ભારતમાં ફ્રન્ટ લાઇન હેલ્થ વર્કરોની સુરક્ષા કરશે.

2022 સુધીમાં ભારતીય રસી ઉત્પાદક બાયો-ઇની ઉત્પાદન ક્ષમતા દર વર્ષે 1 અબજ ડોઝ સુધી વધારવા માટે અમેરિકાની ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન તરફથી નાણાકીય સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુ.એસ.ની સી.ડી.સી. ભારતને મદદ કરવા માટે તેના નિષ્ણાતોની એક ટીમ પણ તૈનાત કરી રહી છે, જે યુએસ દૂતાવાસ, ભારતીય આરોગ્ય મંત્રાલય અને ભારતના એપીડેમોલોજિકલ ઈંટેલિજન્સ સ્ટાફ સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત સીડીસી તેના વૈશ્વિક ભંડોળમાંથી ભારતને સંસાધનો પૂરા પાડવામાં પણ લાગ્યું છે.

#India #America #Corona Virus #Vaccine #USA #Joe Biden #Connect Gujarat News #Narednra Modi #Serum Institute #raw material for production
Here are a few more articles:
Read the Next Article