એઈડ્સનો રોગ દાયકાઓ જૂનો છે, આજ સુધી તેની રસી કેમ નથી બની?
વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને એઈડ્સ નામની બીમારી વિશે જાગૃત કરવાનો છે. AIDS રોગ HIV વાયરસથી થાય છે. આ વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. આજ સુધી આ વાયરસ સામે રક્ષણ માટે કોઈ રસી બનાવવામાં આવી નથી.