અગ્નિ વીર સ્કીમ સામે દેશભરમાં યુવાઓમાં આક્રોશ છે ત્યારે આ આક્રોશને ઠંડો કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગ્નિપથ યોજના લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્વનું છે કે,આજે સવારે 11.30 કલાક બોલાવેલી બેઠકમાં અગ્નિપથ યોજના અને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ યોજના ના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એરફોર્સ શુક્રવારે આ નવા ‘ફોર્મેટ’ હેઠળ પસંદગી પ્રક્રિયા આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.આગામી સપ્તાહથી આર્મીમાં અગ્નિ વીર સ્કીમ નીચે ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે