100 વર્ષ જીવવું છે? જાણો બાબા રામદેવે દર્શાવેલું સિક્રેટ

Update: 2018-04-25 09:07 GMT

કોઈ બે વ્યક્તિ વાત કરતી હોય અને ત્રીજી વ્યક્તિનું નામ લીધા પછી તરત જ તે વ્યક્તિ સ્થળ ઉપર હાજર થાય તો સ્વાભાવિક રીતે જ શબ્દો સરી પડે...''સો વર્ષ જીવશે.'' માત્ર આટલું કહેવાથી કોઈ વ્યક્તિનું આયુષ્ય સો વર્ષનું થતું નથી. જોકે એક હકીકત એ પણ છે કે, આજે કોઈને વૃદ્ધ થવું નથી કે બીમાર પડવું નથી ગમતું નથી. અને દરેકને હંમેશાં તંદુરસ્ત રહેવું છે.

જોકે આજકાલ ખાણી-પીણી અને લોકોની લાઈફ સ્ટાઈલ એવી બની ગઈ છે કે તંદુરસ્ત રહેવું જાણે નશીબની વાત બની ગઈ છે. જોકે આખા દિવસની સતત વ્યસ્તતા વચ્ચે પણ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કાયમ તંદુરસ્ત રહી શકાય છે. માત્ર એટલું જ નહીં પણ 100 વર્ષ કેવી રીતે જીવી શકાય તે માટે બાબા રામદેવ કેટલીક ટિપ્સ આપી રહ્યા છે.

તંદુરસ્ત રહેવા માટે બાબા રામદેવે આપેલી ટીપ્સ

-સવારે ઊઠીને સૌથી પહેલાં પાણી પીવું જોઈએ. બાદમાં વ્યાયામ અને પ્રાણાયામ માટે 20 મિનિટનો સમય ફાળવવો જોઈએ. થોડા સમય બાદ હળવો નાસ્તો કરવો.

- પેટના રોગોથી બચવા માટે સપ્તાહમાં એક દાડમને ચાવીને ખાવું. દાડમ વ્યક્તિના પેટને ખરાબ થતું અટકાવે છે. આજની ભાગદોડભરી જીંદગીમાં ઘણી જગ્યાએ પાણી અલગ અલગ પ્રકારનું પીવાનું થતું હોય છે. જેથી દાડમનો ઉપાય જૂદા જૂદા પાણીથી પેટને બગડતું બચાવે છે.

- ઈડલી-ઢોંસા, પરાઠા જેવો ભારે નાસ્તો કરવાનું હંમેશાં ટાળવું જોઈએ. 15 દિવસમાં એકાદ વાર આવો નાસ્તો હોય તો ચાલે. અઠવાડિયમાં એક દિવસ સવારે ભૂખ્યા પેટે દૂધીનું જ્યુસ પીવું જોઈએ. જે શરીર માટે આરોગ્યપ્રદ સાબિત થાય છે.

- એકાદ દિવસ એવો રાખો જેમાં નાસ્તો માત્ર ફળોનો જ હોય. વળી ક્યારેક ફળગાવેલું અનાજ લઈ શકાય. સપ્તાહમાં ક્યારક ઉપવાસ પણ કરી શકાય.

- ચા અને ધૂમ્રપાનથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. દરોજ અલગ અલગ પ્રકારનું ભોજન લેવું જોઈએ. એક જેવું તેલ કે એક જેવું અનાજ ન હોવું જોઈએ. એટલે કે વ્યક્તિએ અલગ અલગ પ્રકારના તેલ અને અલગ અલગ પ્રકારના અનાજ ખાવા જોઈએ. જેનાથી શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે. ગાયનું ઘી અને દૂધ ઉપયોગ કરવાથી શરીરને વધુ લાભ થાય.

- ખાવામાં જેટલો સમય લેવાય છે તેનાથી ડબલ સમય લઈ હંમેશાં ચાવીચાવીને ખાવું જોઈએ. સોલિડને લિક્વિડની રીતે ને લિક્વિડને સોલિડની રીતે ખાવું જોઈએ.

- ભોજન બાદ એક કલાક પછી પાણી પીવું.

- સવારે દહી, બપોરે છાસ અને રાત્રે દૂધ લેવું. રાત્રે દહીં-છાસ ન લેવા.

Tags: