5 ઇંચ વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ

Update: 2019-08-10 03:33 GMT

અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીના પગલે ચારેબાજુથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અમદાવાદમાં મેઘરાજાએ મોડી રાતથી દે ધનાધન કર્યું હતું. જેના કારણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.

[gallery td_select_gallery_slide="slide" data-size="full" ids="107070,107071,107072,107073,107074,107075"]

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં પડ્યો હતો. સરખેજમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોના રોજ, સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના મોડી રાત્રે 6 દરવાજા ખૂલાયા અત્યારે ત્રણ દરવાજા ખુલ્લા કરી દેવાયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે અખબાર નગર અંડરપાસ ભરાઇ ગયો છે અને હાલ તેને બંધ કરી દેવામાં આવ્યો છે.પ્રહલાદનગર વિસ્તારમાં કોર્પોરેટ રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થતાં ફાયરબ્રિગેડ તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. બોપલમાં પણ વરસાદના કારણે ગટરો ઊભરાતાં તેનું પાણી રસ્તાઓ પર ઊભરાયું હતુ.

હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, બોપલમાં ભારે વરસાદના કારણે એક દિવાલ ધારાશાઇ થઇ છે. જેમાં 4 લોકોના મોત થયા છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનો ફસાઈ ગયા હતા. માણેકબાગ વિસ્તારમાં રિંગ રોડ સહિત અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. મણીનગર વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબાર નગર અંડર પાસમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.અમદાવાદના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ બંધ થતાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ.

 

Similar News