અમદાવાદ : પતંગની પ્રતિકૃતિથી પોતાના દેશની સંસ્કૃતિને દર્શાવવા કરાયો “પતંગોત્સવ”નો પ્રારંભ

Update: 2020-01-07 13:11 GMT

અમદાવાદ શહેરમાં આજથી પતંગોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અલગ-અલગ દેશમાંથી વિદેશીઓ પતંગોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા છે. જેમાં અલગ અલગ પ્રકારના પતંગો જોવા મળ્યા હતા. જોકે પવન ઓછો હોવાથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા, ત્યારે તેમના સાશનકાળમાં તેઓએ અમદાવાદ શહેરમાં પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે અમદાવાદ શહેરમાં આજથી 5 દિવસ સુધીના પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વભરના અલગ અલગ દેશ સાથે સંબંધો વધે તે હેતુથી પતંગોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં પતંગોત્સવ દરમ્યાન અલગ અલગ 43 દેશના 153 જેટલા પતંગબાજો અને ભારતના 12 રાજ્યોના 115 જેટલા પતંગબાજોએ પતંગોત્સવ માણવા માટે પધાર્યા છે, ત્યારે આ વર્ષે પતંગ તો ખરા જ પરંતુ ડ્રોન પતંગ પણ જોવા મળ્યા હતા. જેમાં પોતાના દેશની સંસ્કૃતિને પતંગની પ્રતિકૃતિ દ્વારા દર્શાવવામાં આવી હતી. જોકે શહેરમાં સવારથી જ પવન ઓછો હોવાથી એક સમયે પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.

Tags:    

Similar News