અમદાવાદ: સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી.મોદીનું રાજીનામું

Update: 2021-09-01 12:16 GMT

કોરોનાકાળમાં સતત વિવાદોમાં રહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદી આખરે રાજીનામું આપી દીધું છે. તેમણે અગાઉ 3 વખત રાજીનામું આપ્યું હતું પણ સરકારની મહોર લાગતી ના હતી આખરે તેમનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું છે.  રાજીનામું મંજૂર થયા બાદ તેમનું નિવેદન પણ સામે આવ્યું છે કે સિવિલ હોસ્પિટલ મારી માતા સમાન છે હું 1991 થી અહીં છું મને હોસ્પિટલે ઘણું આપ્યું છે અનેક પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે કામ કર્યું છે. કોરોના કાળમાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈન એક મોટો પડકાર હતો મેં તે પડકારનો સામનો કર્યો છે હું નબળો માણસ નથી. મારા અંગત કારણોસર હું રાજીનામું આપું છું.

કોરોનાની બીજી લહેર દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ સામે અનેક સવાલો ઉઠયા હતા ખાસ કરીને દર્દીને બેડ ના મળવા ઓક્સિજનની અછત,મોતના આંકડા છુપાવવા આવા અનેક વિવાદો તેમના કાર્યકાળ દરમિયાન સામે આવ્યા હતા ત્યારથી માનવામાં આવતું હતું કે તેઓ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગથી દૂર થઇ રહયા છે આમ અનેક વિવાદો બાદ હવે તેમનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું.

Similar News