એક સમયે આમલાખાડીનું પાણી પીવા માટે વપરાતું, હવે સતત બદલાતા રહે છે પાણીના રંગ

Update: 2018-08-14 09:34 GMT

સાંસદ અહેમદ પટેલનું ગામ પણ આમલાખાડીના કિનારે વસેલુ છે, હવે દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં થઈ સામેલ

અંકલેશ્વરની અતિ પ્રદૂષિત આમલા ખાડી હવે દેશની 9 પ્રદુષિત નદીમાં પણ સામેલ થઈ ગઈ છે. આ નદીનાં પાણીનાં રંગ સતત બદલતા રહે છે. આ એક માત્ર એવી નદી છે કે જેનું પાણી કાળા રંગનું છે. આ નદીમાં પાણી નહીં પણ ઝેરી પ્રદુષિત પાણી વહે છે. આસ પાસમાં આ નદીને કિનારે અનેક ગામો આવેલા છે. જેમાંથી એક ગામ ભરૂચનાં સાંસદ અહેમદ પટેલનું પણ છે.

આ નદીનું પાણી ગામના લોકો એક સમયે પીવા માટે વાપરતા હતા. આજે એવી પરિસ્થિતિ છે કે જોવા સુધ્ધાં પણ નજીક ના જવાય તેટલી માત્રામાં દુર્ગંધ આ પાણીમાંથી આવી રહી છે. ખૂદ રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ(એસટીપી)નું પાણી પણ આ જ ખાડીમાં જાય છે. તદ ઉપરાંત સ્ક્રેપનું વેચાણ કરતા ભંગારિયાઓ પણ ગોરકાયદેસર રીતે આ ખાડીમાં જ પોતાનો રસાયણિક કચરો ઠાલવે છે.

આમલા ખાડીની આસપાસ 4 જેટલાં ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. ત્યાંના પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પોતાનું રસાયણિક ઘનકચરાનું ગંદુ પાણી આ ખાડીમાં વરસાદની સિઝનમાં ગેરકાયદેસર રીતે છોડી મૂકે છે. અનેક વાર રજૂઆતો કરવા છતાં આજ સુધી આ કાડીની સફાઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. હવે ખૂદ જીપીસીબી પણ એવું માને છે કે આ ખાડી અતિ પ્રદૂષિત છે.

ગામના લોકો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે પણ આ નદીને સાફ કરવાના હુકમ રાજ્ય સરકારને આપ્યા છે. તો રાજ્ય સરકારનાં જુદા જુદા વિભાગોએ આ બાબતની બાંહેધરી પણ આપી હતી. પણ ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.

Similar News