અંકલેશ્વર : લાયન્સ શાળાએ કર્યું ઉમદા કાર્ય, જુઓ કેમ કરાયું ટ્રસ્ટીઓનું સન્માન

Update: 2020-07-14 11:07 GMT

અંકલેશ્વરની લાયન્સ શાળાએ વિદ્યાર્થીઓની 1.20 કરોડ રૂપિયાની ફી માફ કરતાં એનએસયુઆઇના હોદેદારોએ શાળાના ટ્રસ્ટીઓને સન્માનિત કર્યા હતાં.

કોરોના વાયરસના કહેરના કારણે માર્ચ મહિનાથી શાળાઓ તથા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. શાળાઓમાં ફી અંગે રાજયભરમાં વાલીઓમાં ચિંતા પ્રર્વતી રહી છે. ધંધા- રોજગાર બે મહિના બંધ રહયાં હોવાથી વાલીઓ માટે પણ ફી કેવી રીતે ભરવી તેનો પ્રશ્ન સતાવી રહયો છે. આવા કપરા સંજોગોમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ સ્કુલે વિદ્યાર્થીઓની 1.20 કરોડ રૂપિયાની ફી માફ કરી દેતાં એનએસયુઆઇના હોદેદારોએ શાળાના ટ્રસ્ટી જશુભાઇ ચૌધરીને સન્માનિત કર્યા હતાં.

Similar News