અંકલેશ્વર : ગોળા ફેંક સ્પર્ધામાં દ્વિતિય ક્રમાંક મેળવી રજત ચંદ્રક મેળવતો લાયન્સ સ્કુલનો વિદ્યાર્થી

Update: 2018-11-19 12:21 GMT

ગુજરાત સરકાર દ્વારા ખેલહાકુંભ એથલેન્ટીકસ સ્પર્ધા ૨૦૧૮નું નડિયાદ ખાતે આયોજન કરાયું છે. જેમાં તા.૧૫ નવેમ્બર ૨૦૧૮ના નડિયાદ ખાતે યોજાયેલી એથલેન્ટીકસ સ્પર્ધામાં અંકલેશ્વરમાં આવેલી લાયન્સના સ્કુલ અંડર ૧૪માંથી અનુરાગ નાગેન્દ્રગીરીએ ગોળાફેંક સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ ગોળાફેંકની સ્પર્ધામાં નાગેન્દ્રગીરીએ દ્વિતિયક્રમ મેળવી રજતચંદ્ર મેળવ્યો હતો. ખેલમહાકુંભમાં શાળાના વિદ્યાર્થીએ રજતચંદ્ર મેળવતા શાળા અને શાળાના શિક્ષકોનું નામ રોશન કર્યુ છે. સ્કુલના વિદ્યાર્થીએ રજતચંદ્ર મેળવતા સ્કુલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હર્ષ લાગણી ફેલાઈ જવા પામી હતી.

Similar News