અંકલેશ્વરઃ માત્ર 6 સેમીનો ચીરો મૂકી હૃદયના વાલ્વની સફળ સર્જરી, તબીબોની અનોખી સિધ્ધિ

Update: 2018-12-17 10:03 GMT

ખૂબ ખર્ચાળ એવી સર્જરીને સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનામાં નિઃશુલ્ક કરાયી.

અંકલેશ્વરમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટનાં તબીબોએ એક નવી સિધ્ધિ હાંસલ કરી છે. જેમાં માત્ર 6 સેમી ચીરો મૂકી હૃદયનાં વાલ્વની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. મુંબઈથી વડોદરા સુધીમાં આ પ્રથમ વખત સર્જરી કરવામાં આવી હોવાનો તબીબોએ દાવો કર્યો હતો. તો એકંદરે ખર્ચાળ એવી આ સર્જરી સરકારની મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજના હેઠળ નિઃશુલ્ક કરાવામાં આવી છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ વાર વાલ્વ પ્રત્યારોપણ કરી ડૉ. રવિસાગર પટેલે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="77395,77396,77397,77398,77399"]

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારની ભરવાડ સમાજની 30 વર્ષિય મહિલા છેલ્લા 4 વર્ષથી અતિ ગંભીર એવા હૃદયના વાલ્વની બિમારીથી પીડાતી હતી. તેને શ્વાસ લેવાની અને હૃદયના અસામાન્ય ધબકારાની સમસ્યા હતી. જેથી તે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટ્રીટયુટ ખાતે સારવાર અર્થે દાખળ થઈ હતી. મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજના હેઠળ કાર્ડ ધરાવતી હોવાથી તબીબોએ તેના હૃદયના વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી હતી. આ સર્જરી ફક્ત 6 સેમી જેટલા નાના ચીરા (કીહોલસર્જરી) કે જે જમણી બાજુની પાંસળીમાં કરવામાં આવ્યું હતું. ત્યાંથી છાતી ખોલ્યા વગર કે કોઈપણ હાડકું કાપ્યા વગર કરવામાં આવી હતી.

આ સર્જરી થયાના ફક્ત 24 જ કલાકમાં દર્દી ખાવા પીવા અને હરવા ફરવા લાગ્યું હતું. ફક્ત 4 જ દિવસમાં દર્દી તંદુરસ્ત હોઈ હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટ્રીટયુટ અંકલેશ્વરમાં થયેલી આ પ્રકારની ખાસ સર્જરીને તબીબી ભાષામાં મિનિમલ ઈન્વેસિવ માઇટ્રલ વાલ્વ સર્જરી (કીહોલ સર્જરી) કહેવામાં આવે છે. આ પ્રકારની સર્જરી સુરત અથવા વડોદરામાં અત્યાર સુધી થયી નથી. આ કાર્ડિયાક સર્જરીના ક્ષેત્ર મુંબઈથી અમદાવાદ વચ્ચેના સંપૂર્ણં વિસ્તારમાં સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરમાં શક્ય બની હતી.

મિનિમલ ઈન્વેસિવ કાર્ડિયાક સર્જરી(કીહોલસર્જરી) નિયમિત ધોરણે થતી રહે છે. આ સુવિધા ગરીબ અને જરૂરિયાતમંદ એવા માં વાત્સ્લય કાર્ડ ધારકો માટે પણ વિના મુલ્યે ઉપલબ્ધ છે. તેમ હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું. જયારે સર્જરી કરનાર ડૉ. રવિસાગર પટેલએ જણાવ્યું હતું કે, દર્દી ઝડપી સાજો થાય અને સર્જરી બાદ કોઈ તકલીફ ના રહે તેવા પ્રયત્ન રૂપે આ સર્જરી કરવામાં આવી છે. જેનાથી હવે હૃદયના દર્દીઓ માટે નવો રસ્તો ખુલ્લો છે. અને અહીં થી બહાર સર્જરી કે ઈલાજ કરવા ના જઈ અહીજ ઈલાજ કરાવી શકશે.

 

Similar News