અંકલેશ્વરઃ ગામ તળાવનો કરવામાં આવશે વિકાસ, સહકાર મંત્રીના હસ્તે થયું ભૂમિપુજન

Update: 2018-09-13 10:05 GMT

અંદાજીત રકમ રૂપિયા 602.00 લાખની તળાવના વિકાસ માટે ફાળવણી કરવામાં આવી

અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં આવતા ગામ તળાવનાં વિકાસ અર્થે રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવતાં કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેની શરૂઆત આજરોજ સહકાર મંત્રીના હસ્તે કરવામાં આવી હતી.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="65045,65046,65047,65048,65049,65050,65051,65052,65053,65054"]

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ અંતર્ગત અંકલેશ્વર ગામ તળાવનો વિકાસ કરવામાં આવશે. જેનું કામ અંદાજીત રકમ રૂપિયા 602.00 લાખની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેનું ભૂમિપૂજન સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર પાલિકા ચીફ ઓફિસર પ્રશાંત પરીખ, નગર પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, ઉપપ્રમુખ નિલેશ પટેલ, શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત પાલિકા કર્મીઓ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Similar News