" Any Flu Tami Flu " નું સૂત્ર આપતા સીએમ વિજય રૂપાણી

Update: 2017-08-17 07:30 GMT

રાજ્યભરમાં સ્વાઇન ફલુનો કહેર વધતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂની સુવિધા અંગેનો ચિત્તાર મેળવવા માટે મુખ્યમમંત્રી વિજય રૂપાણી, આરોગ્ય મંત્રી સહિતની ટીમ ચાર મહાનગરોની મુલાકાત લેવાના છે.

સુરતમાં પણ સ્વાઈન ફ્લુનો કહેર યથાવત રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરોગ્ય મંત્રી શંકરસિંહ ચૌધરીએ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે, અને આરોગ્ય કમિશનર ,ધારાસભ્યો, તબીબો સાથે એક બેઠક પણ કરી હતી.

સીએમ વિજય રૂપાણીએ સુરત સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુનાં વોર્ડની મુલાકાત લઈને દર્દીઓનાં ખબર અંતર પુછ્યા હતા, અને દર્દીઓ સ્વાઈન ફ્લૂની બીમારી થી સાજા થાય અને તંદુરસ્ત રહે તે માટે પ્રાર્થના કરી હતી.

સીએમ વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ કે કેબિનેટની બેઠકમાં ચાર મહા નગરો સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલોમાં મુલાકાત કરીને સ્વાઈન ફલૂ વોર્ડ, વેન્ટીલેટર , ઓક્સિજન સહિતની સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવશે.

વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં 2095 સ્વાઈન ફ્લુનાં પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 210 દર્દીઓનાં મોત નિપજ્યા છે, અને સૌથી વધુ ચાર મહાનગરોમાં 68 ટકા સ્વાઈન ફ્લુનાં કેસ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ, અને કોઈ પણ ફલૂ સામે સીએમ રૂપાણીએ એની ફલૂ ટેમી ફ્લુનું સૂત્ર પણ તેઓએ આપ્યું હતું, અને તમામ તબીબોને પણ બીમારીની સારવાર માટે આવતા દર્દીઓને ટેમી ફલૂનો કોર્ષ આપવા માટે સૂચન કર્યુ હતુ.

 

Similar News