અરવલ્લી : શામળાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જુઓ શું છે ટાઇમ ટેબલ

Update: 2020-03-08 09:58 GMT

અરવલ્લી જિલ્લામાં આવેલાં

શામળાજી ખાતે હોળી ( પુર્ણિમા)ના દિવસે રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડશે ત્યારે

મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હોળી પ્રસંગે શામળાજી

મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરના સંચાલકો તરફથી જણાવ્યા

અનુસાર પૂર્ણિમાએ શામળાજી મંદિર સવારે 6 વાગ્યાથી દર્શન માટે ખુલ્લુ

મુકવામાં આવશે. સવારે 6.45 વાગ્યે મંગળા આરતી અને 8.30 વાગ્યે શણગાર આરતી કરવામાં

આવશે. સવારે 11.30 વાગ્યે મંદિરના દ્વાર બંધ

કરી રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે 12.15 વાગ્યે મંદિરને ફરીથી ખોલી

રાજભોગ આરતી કરવામાં આવશે. બપોરે 12.30 વાગ્યે મંદિરને બંધ કરવામાં

આવશે. બપોરે 2.15 કલાકથી મંદિરને દર્શન

માટે ખુલ્લુ મુકવામાં આવશે. સાંજે 6.30 કલાકે સંધ્યા આરતી અને રાત્રે 8.15 વાગ્યે શયન આરતી થશે અને 8.30 વાગ્યે મંદિરને દર્શન માટે બંધ

કરવામાં આવશે.

Tags:    

Similar News