અરવલ્લી : મેઘરજના આ વ્યક્તિ પાસે પૌરાણિક વસ્તુઓનો ખજાનો, ગાંધીના ચશ્માથી લઈને ચમચીનો સમાવેશ

Update: 2020-10-11 08:18 GMT

જીવનની એકવિધતાને વિવિધતામાં બદલવા અને મનને ગમતુ જીવન બનાવવા માટે કેટલાક લોકો મનગમતા શોખ કેળવે છે.આવા જ એક પૌરાણિક વસ્તુઓના સંગ્રહના શોખીન અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં કિરિટભાઇ શેઠ છે. તેમના કલેકશનમાં એક ઇંચના કુરાન અને બે ઇંચની ગીતાનો સમાવેશ છે. જોઇએ આ અહેવાલ

શોખ એ જીવનના કોઇપણ પડાવમાં જોવા મળતો હોય છે, અને આ શોખ કોઇપણ હોઇ શકે, ફરવાનો, નવી વાનગી ખાવાનો, વાંચવાનો, રમવાનો વગેરે, પણ જીવનની ઢળતી સંધ્યાએ પહોંચેલા મેઘરજના કિરિટભાઈ શેઠ છેલ્લા કેટલાય વર્ષોથી પૌરાણિક વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. તેમના સંગ્રહમાં કેટલીક અદભુત અને બેનમુન વસ્તુઓ છે અને આ વસ્તુઓનો સંગ્રહ  તેમણે સર્વધર્મ સમભાવ સાથે કર્યો છે. જ્યારે તેમને એક ઇંચના કુરાન શરીફ દર્શન થયા તો તેને પોતાના સંગ્રહનું ઘરેણું બનાવ્યુ તો વળી બે ઇંચની ગીતા પણ તેમના કલેક્શનને ચાર ચાંદ લગાવી રહી છે.

કિરિટભાઈ પાસે રહેલા વર્ષો જુના ચલણી સીક્કા, હુક્કો, એશ ટ્રે, રજવાડા સમયની ચમચી, ગાંધીજીના યુગના ચશમા અને ઘડીયાળ જેવી 200 કરતા વધારે વસ્તુઓનો ખજાનો છે. જેને જોવા માટે સ્થાનિક લોકો ચોક્કસથી અહીં આવે છે અને માહિતી મેળવે છે. એટલું જ નહીં ઘણીવાર રાજસ્થાન સહિતના રાજ્યમાંથી પણ કેટલાક લોકો કિરિટભાઈને ત્યાં આવી પહોંચે છે.

શોખની કોઇ ઉંમર નથી હોતી, માટે જ કિરિટભાઈ પૌરાણિક ચિજવસ્તુઓને તેઓ જ્યારથી સમજણા થયા ત્યારથી સંગ્રહિત કરે છે. આજે તેમણે વિસરાઈ જતી વસ્તુઓને જાળવી રાખી છે. બસ આ જ તેમનો શોખ બની ગયો, જે આજે પણ અકબંધ છે.

Tags:    

Similar News