અર્જુન કપૂરે વિવિધ સંસ્થાઓમાં દાન આપ્યું, કહ્યું- ભારત સંકટની ઘડીમાં ફસાયું છે

Update: 2020-04-06 10:57 GMT

બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂરે હાલમાં જ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી. હાલમાં દેશ કોરોનાવાઈરસના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે.

અર્જુન કપૂરે PM CARES ફંડ, મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ, ગિવઈન્ડિયા (લૉકડાઉનને કારણે રોજમદાર મજૂરો પાસે કામ નથી, આવા લોકોને આ સંસ્થા પૈસા આપે છે), ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ તથા ધ વિશિંગ ફેક્ટરી (લૉકડાઉન દરમિયાન થેલેસિમિયાના દર્દીઓને બ્લડ પૂરી પાડતી સંસ્થા)ને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી.

સોશિયલ મીડિયામાં અર્જુન કપૂરે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, આજે ભારત સંકટની ઘડીમાં ફસાઈ ગયું છે અને દેશના જવાબદાર નાગરિક હોવાને નાતે પોતાના જરૂરિયાતમંદ ભાઈ તથા બહેનોને મદદ કરવી જોઈએ. મેં પણ મારાથી થાય તેટલાં પ્રયાસો કર્યાં છે અને મેં કેટલીક જગ્યાએ મદદ કરી છે. આપણે કોવિડ 19 (કોરોનાવાઈરસ) સામે ત્યારે જ લડી શકીશું, જ્યારે આપણે સાથે આવીશું. હું તમામને અપીલ કરું છું કે આગળ આવો અને તમારી શક્તિ પ્રમાણે મદદ કરો. જોકે, અર્જુને કેટલી રકમ આપી તે વાતનો ખુલાસો કર્યો નથી.

https://www.instagram.com/p/B-oLMDKpyEa/?utm_source=ig_embed

ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ સુધી 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. અર્જુન કપૂર પહેલાં શાહરુખ, સલમાન, અનુષ્કા શર્મા, અક્ષય કુમાર, અજય દેવગન, દીપિકા-રણવીર સિંહ, વિકી કૌશલ, કેટરીના કૈફ, કરીના-સૈફ, કરિશ્મા કપૂર સહિતના ઘણાં સેલેબ્સે વિવિધ રીતે આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.

Similar News