અરવલ્લી: લગ્નમાંથી પરત ફરતા મહિસાગર જિલ્લાના લોકોને નડ્યો અકસ્માત, 7નેઇજા

Update: 2019-11-24 11:52 GMT

અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે વધુ એક

અકસ્માતની ઘટના વહેલી સવારે બની હતી, જેમાં

સાત લોકો ઈજાગ્રસ્ત થતાં, તેઓને

તાત્કાલિક સારવારથી મોડાસાની એમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિસનગર

બાજુથી લગ્ન સમારોહમાં હાજરી આપી સંતરામપુર બાજુ વતન પરત ફરી રહ્યા હતા. ત્યારે

મોડાસા હિંમતનગર હાઈવે પર કાબોલા નજીક ઇકો કાર વૃક્ષ સાથે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર

અકસ્માત સર્જાયો હતો  સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માતમાં ઇજાગ્રસ્તો પૈકી બે લોકોને આઈસીયુમાં દાખલ કરાયા છે.

મોડાસા-હિંમતનગર રોડ પર ઇકો વાન પલટી ખાઈ ઝાડ સાથે અથડાતા અકસ્માતની ઘટનામાં ૭

લોકો ઈજાગ્રસ્ત થતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સના સાયરનથી રોડ ગુંજી ઉઠતા આજુબાજુના

ગામલોકો પણ ચિંતિત બન્યા હતા સદનસીબે જાનહાની ટળી હતી સંતરામપુરના કડાણા ગામનો

પરિવાર વિસનગર લગ્ન માં જઈ પરત ફરી રહ્યો હતો ખુમાપુર પાટિયા નજીક ઈકો કાર પલ્ટી

ખાઈ જતા કારમાં સવાર ૧) હિમાનીબેન પટેલ,૨) મંજુલાબેન પટેલ ,૩)જયમીન પટેલ ,૪)યામીન પટેલ,૫)પ્રદીપ પટેલ,૬)

રાજેશ પટેલ , અને ૭) જયાબેન પટેલ ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતની ઘટનાના પગલે દોડી  આવેલા લોકોએ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ ને

જાણ કરતા બે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે  મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા  હતા.

Similar News