અરવલ્લી : મોડાસાના સાયરા ગામે ગુમ યુવતીનો મૃતદેહ મળતાં પરિવારનો હોબાળો

Update: 2020-01-06 11:32 GMT

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની લાપત્તા બનેલી યુવતીનો મૃતદેહ ગામની સીમમાંથી મળી આવતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

સાયરા ગામે રહેતી યુવતી 31મી ડીસેમ્બરના રોજથી ગુમ થઇ જતાં પરીવારે શોધખોળ કરવાની સાથે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ગત રોજ યુવતીનો મૃતદેહ ગામની સીમમાં આવેલાં વૃક્ષ પરથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. યુવતીનો મૃતદેહ મળી આવ્યાં બાદ પરિવારજનો વિફર્યા હતાં અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતાં. યુવતીની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે લોકોએ હંગામો મચાવ્યો હતો. આગેવાનોની સમજાવટ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. વૃક્ષની પુજા કરવા ગયેલાં પુજારીની નજર મૃતદેહ પર પડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.પરિવારજનોના જણાવ્યા યુવતી ગુમ થઇ હોવાની પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસે યોગ્ય કાર્યવાહી નહિ કરતાં યુવતીનું મોત થઇ ચુકયું છે.

Similar News