અરવલ્લી : જે.બી. શાહ કોલેજ કેમ્પસમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજ તેમજ લેબનું થયું ઉદ્ધાટન

Update: 2019-11-28 12:13 GMT

ઉત્તર ગુજરાતની સૌથી જૂની કેળવણી મંડળમાં વધુ એક શિક્ષણનું પીછું ઉમેરાયું છે, જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમમાં અટલ ટિકરિંગ લેબ તેમજ કોલેજ કેમ્પસમાં સેલ્ફ

ફાઈનાન્સ કોલેજનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ ઉદ્ધાટન કર્યું હતું.

મોડાસા કેળવણી મંડળ સંચાલિત મ.લા.ગાંધી કોલેજ સંકુલમાં નવીન સ્વ નિર્ભર સાયન્સ કોલેજ તેમજ કેન્દ્ર સરકારના સહયોગથી અટલ ટિકરિંગ લેબનો શુભારંભ, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયો હતો. બાળકો વિજ્ઞાન ક્ષેત્રે વધુ અભ્યાસની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે તે હેતુથી રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા બાર લાખની ગ્રાન્ટ મળતા અટલ ટિકરિંગ લેબ શરૂ કરાઈ છે. અરવલ્લી જિલ્લાનું મોડાસા આરોગ્ય તેમજ શિક્ષણ નગરી તરીકે વિખ્યાત છે. ત્યારે શિક્ષણમંત્રીએ જિલ્લાની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્ર મોડાસા શહેર ખૂબ જ અવ્વલ છે. ઉત્તર ગુજરાતની સૌથી જૂની સંસ્થા મોડાસા કેળવણી મંડળ છે. જેણે પાંચ જેટલા વાઈસ ચાન્સેલર રાજ્યને આપ્યા છે. જેનો ગર્વ છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત મોડાસા કેળવણી મંડળના

હોદ્દેદારો સહિત કોલેજના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Similar News