અરવલ્લી : ભુમાફીયાઓ સામે કસવામાં આવશે લગામ, વહીવટીતંત્રને નવા કાયદા હેઠળ 11 અરજી મળી

Update: 2021-01-16 07:07 GMT

રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટને આજે એક મહિનો પૂર્ણ થયો ત્યારે અરવલ્લી જીલ્લામાં કુલ 11 અરજીઓ કલેક્ટર કચેરી ખાતે મળી આવી છે. જમીન માફીયાઓ પર અંકુશ લાવવા માટે રાજય સરકાર નવો કાયદો અમલમાં લાવી છે.

16 ડિસેમ્બર 2020ના દિવસે રાજ્યમાં પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ કોઈ પણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં લવાયેલા આ કાયદાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 11 અરજીઓ કલેક્ટર કચેરી ખાતે મળી છે, જેમાં સૌથી વધારે મેઘરજ તાલુકામાં સાત, જ્યારે મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર તાલુકાની એક એક અરજી મળી છે. કાયદા અન્વયે ગેરકાયદે જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં જિલ્લાની કમિટી દ્વારા કાયદેસરની કાયવાહી હાથ ધરવામાં આવે છે.

આ કમિટીમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર તેમજ સભ્ય સચિવ તરીકે અધિક કલેક્ટર અને સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલિસ વડા અને પ્રાંત અધિકારીનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરને મળેલ અરજી પ્રાંત અધિકારીને સોંપવામાં આવે છે, જેઓ એકવિસ દિવસમાં તપાસ રીપોર્ટ સોંપે છે. આ સાથે જ સમિતીને રીપોર્ટ મળ્યા બાદ જમીન પચાવી પાડનાર લોકો સામે પોલિસ ફરિયાદ કરવાની પણ જોગવાઈ છે.

Tags:    

Similar News