અરવલ્લી : કાગળના રોલ વચ્ચે છુપાવીને લવાતા રૂપિયા ૪.૫૧ લાખના દારૂ સાથે ૩ ઝડપાયા

Update: 2019-06-11 12:16 GMT

અરવલ્લી જિલ્લાની રાજસ્થાન બોર્ડર પરથી બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડાયાના અવનવો કીમિયો દિનપ્રતિદિન જોવા મળી રહ્યો છે. જો જિલ્લા પોલિસ દ્વારા બુટલેગરોના તમામ કીમિયા પર પાણી ફેરવી દેવામાં આવી રહ્યું છે. શામળાજી પોલિસના પીએસઆઇ કેતન વ્યાસ સહિતની ટીમ દ્વારા કાગળના પેપર રોલમાં સંતાડીને લવાતા વિદેશી દારૂને પકડી પાડ્યો છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="98367,98368,98369"]

શામળાજી પીએસ આઇ કેતન વ્યાસ અણસોલ ગામની સીમમાં રાજસ્‍થાનના વીછીવાડાથી શામળાજી તરફ આવતા માર્ગે પ્રોહીબિસન માટે નાકાબંધીમાં હતા. દરમ્‍યાન શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં એક ટ્રક કન્ટેનરની તપાસ કરતાં તેમાં રહેલા કાગળ રોલમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલિસે ટ્રક કન્ટેનરમાંથી રૂપિયા ૪.૫૧ લાખના દારૂ સાથે ત્રણને દબોચી બુટલેગરોને દબોચી લીધા અને રૂપિયા ૨૦,૮૫,૫૨૫નો મુદ્દામાલ કબજે કરી કુલ પાંચ શખ્સ સામે પ્રોહીબિશન એકટ અન્વયે ગુનો દાખલ કરાયો છે.

Similar News