બનાસકાંઠા : ધનિયાણા ચોકડી નજીક 7 જેટલા શંકાસ્પદ્દ વ્યક્તિઓની હતી હિલચાલ, જુઓ પછી શું થયું..

Update: 2020-09-30 07:01 GMT

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધનિયાણા ગામ નજીકથી ઘરફોડ અને વાહન ચોરી કરતી ગેંગને LCB પોલીસે ઝડપી પાડી આંતર રાજ્યમાંથી જુદી-જુદી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

સમગ્ર રાજ્યમાં ઘરફોડ અને વાહન ચોરીના બનાવો વધવાના પગલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૂણ રૂગ્ગલએ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. જે અનુસંધાને બનાસકાંઠા LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, પાલનપુર તાલુકા ધનિયાણા ચોકડી નજીક કેટલાક શંકાસ્પદ્દ વ્યક્તિઓ ગુનાહીત પ્રવૃત્તિને અંજામ આપવા માટે ઊભા છે. જેથી LCB પોલીસની ટીમે શંકાસ્પદ્દ વ્યક્તિઓને ઝડપી તેઓની આકરી પૂછપરછ કરી હતી.

ઉપરાંત તેમની પાસે રહેલ કારમાંથી ગેસ કટર સહીતના સાધનો મળી આવ્યા હતા. તો સાથે જ તેમની પાસેની મોટર સાયકલ તેમજ કાર ચોરીની હોવાનું પણ બહાર આવ્યું હતું. સમગ્ર મામલે LCB પોલીસે 7 જેટલા શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ કરતાં આ ટોળકી આંતર રાજ્ય ચોર ટોળકી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અલગ અલગ 11 જગ્યાઓ ઉપર ચોરીને અંજામ આપી ચુક્યા હોવાની પણ કબુલાત કરી હતી, ત્યારે હાલ તો આંતર રાજ્ય ચોર ટોળકીએ કરેલી અન્ય તસ્કરી અંગે LCB પોલીસે તમામ આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે.

Similar News