ભરૂચ:રેમડેસીવીર ઇન્જેકશનની કાળા બાજરીનું વધુ એક કૌભાંડ ઝડપાયુ, 1 આરોપીની ધરપકડ

Update: 2021-05-06 04:07 GMT

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. ત્યારે મેડિકલ માફિયાઓ પણ દર્દીઓની મજબુરીનો લાભ ઉઠાવી રેમડેસિવિર ઈન્જેક્શન તથા અન્ય મેડિકલ ઈન્સ્ટુમેન્ટની કાળાબજારી કરી રોકડી કરી રહ્યા છે. આવા સમયે જિલ્લા પોલીસ વડાની સુચનાથી એલસીબીની ટીમ સતત મોનીટરિંગ કરી રહી છે.

અગાઉ પણ ભરૂચ અંકલેશ્વરમાંથી ઈન્જેક્શનની કાળાબજારી કરનારા તબીબ સહિત અત્યારસુધી 5 લોકોને પોલીસે પકડ્યા હતા. તો ભરૂચમાંથી બુધવારે વધુએક શખ્સ મુબીન મકબુલ શરીફ ચૌહાણ ઉંચી કિંમતે રેમેડિસિવિર ઈન્જેક્શન વેચવા જતા વસીલા બસ સ્ટેન્ડ પાસેથી પીઆઈ જે.એન ઝાલા તથા પીએસઆઈ એ.એસ.ચૌહાણની ટીમે 4 ઈન્જેક્શન કિંમત રૂપિયા 13960 સાથે ઝડપી પાડ્યો હતો. વાહન અને મોબાઈલ મળી કુલ 43960નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બી-ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.

Similar News