ભરૂચ : કોરોનાનો કહેર, સ્મશાનોની સાથે કબ્રસ્તાનોમાં પણ મોતનો મંજર

Update: 2021-04-22 12:04 GMT

ભરૂચમાં કોરોનાના કારણે મોતનો મંજર જોવા મળી રહયો છે. કોવીડ સ્મશાનની સાથે કબ્રસ્તાનોમાં પણ રોજની સરેરાશ 20 મૈયતો આવતી હોવાનું મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું છે.


ભરૂચ જિલ્લામાં એક દિવસમાં આવતાં કોરોનાના કેસે બેવડી સદી ફટકારી દીધી છે ત્યારે કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહયો છે. ભરૂચના કોવીડ સ્મશાનગૃહ ખાતે રોજના સરેરાશ 25 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહયાં છે. તો બીજી તરફ સ્મશાનની સાથે કબ્રસ્તાનોમાં પણ મોતનો મંજર જોવા મળી રહયો છે. કબ્રસ્તાનોમાં પણ રોજના સરેરાશ 20 મૈયતો આવતી હોવાનું મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું છે. દરેક કબ્રસ્તાનમાં એક કબર અલગથી તૈયાર રાખવામાં આવી છે. કોરોનાથી મોતને ભેટી રહેલાં મૃતકોનો ગ્રાફ ઉંચો જઇ રહયો છે ત્યારે મુસ્લિમ આગેવાનોએ પણ લોકોને સલામતી રાખવા અપીલ કરી છે.

Similar News