ભરૂચ લોકસભા બેઠકના ૧૭ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં થયું સીલ

Update: 2019-04-24 11:33 GMT

ભરૂચ લોકસભા બેઠકની મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ ૧૭ જેટલા ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરાયું છે તમામ ઇવીએમ અને વિવિપેટ મશીનને સીસીટીવી કેમેરાની બાજ નજર એ પેરામિલેટ્રી ફોર્સ સહિતના લોખંડી બંદોબસ્ત સાથે ભરૂચની પોલિટેકનિક કોલેજ ખાતે સુરક્ષિત રખાયા છે.

ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી મંગળવારના રોજ શાંતિ પૂર્ણ થઇ હતી મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા બાદ કરજણ ,જંબુસર ,વાગરા, ભરૂચ ,અંકલેશ્વર ,ઝઘડિયા અને ડેડીયાપાડા આમ સાથે વિધાનસભા બેઠકમાંથી તમામ ઇવીએમ અને વીવીપેટ મશીનનો સુરક્ષિત રીતે મોડી રાત સુધીમાં ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે લવાયા હતા .જ્યાં ભરુચ સાતે વિધાનસભા બેઠક પ્રમાણે સાત જેટલા સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં ઇવીએમ અને વિ.વી પેટ મશીનો સુરક્ષિત રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરાઇ છે.

એક મહિના સુધી આ મશીનો રૂમમાં રહેશે એક મહિના દરમિયાન કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટ્રોંગરૂમ ફરતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઇ છે. અંદર અને બહાર બંને બાજુ અંદાજે ૩૫ થી વધુ સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે જ્યારે સાથે ત્રણ રૂમના દરવાજા પર ચાર ચાર બીએસએફના જવાનો તૈનાત કરાયા છે. જેમને સ્ટ્રોંગરૂમ છોડીને ક્યાંય જવા પર નિયંત્રણ મૂકાયો છે.

આ ઉપરાંત ભરૂચ પોલીસનો કાફલો પણ કોલેજની પર તે તેના કરાયો છે આજ રોજ સવારે ઇવીએમ અને વિ વિ પેટ મશીન ની સુરક્ષા અને સ્ટ્રોંગ રૂમ ની સુરક્ષા વ્યવસ્થા માટે તે જે પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર રવિકુમાર અરોરા, આર.જે.માલી, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અધિકારીઓએ મીટિંગ મળી હતી જેમાં સુરક્ષા વ્યવસ્થા ને લઈ ચર્ચા હાથ ધરાઇ છે.

Similar News