ભરૂચ : ખેડૂતો ખેતપેદાશોને વેચવા માટે બજારમાં જઇ શકશે, પોલીસ નહિ રોકે વાહનો

Update: 2020-03-31 11:19 GMT

દેશમાં જાહેર કરવામાં આવેલાં લોકડાઉનના કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકશાન થાય તેવી ભિતી હોવાથી ભરૂચ કલેકટરે ખેડૂતોના વાહનોને નહિ રોકવા માટે પોલીસ વિભાગને સુચના આપી છે.

ભરૂચ જિલ્લામાં લોકડાઉનનો અમલ થઇ રહયો છે ત્યારે પોલીસ પરવાનગી સિવાયના તમામ વાહનોને અટકાવી રહી છે. ભરૂચ જિલ્લામાં વાહનો બંધ થઇ જતાં ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકશાન થવાની ભિતિ સેવાઇ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાકને બજાર સુધી પહોંચાડવો જરૂરી છે. ખેડૂતોના વાહનોને પણ પોલીસ અટકાવતી હોવાની ફરિયાદ બાદ કિસાન વિકાસ સંઘે કલેકટરને રજુઆત કરી હતી.

કલેકટરે ખેડૂતોના વાહનોને નહિ રોકવા માટે પોલીસ વિભાગને સુચના આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં ગત વર્ષે ચોમાસું લંબાવાના કારણે ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. હવે લોકડાઉનના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં છે. રાજય સરકારે ખેડૂતોને રાહત મળે તે માટે ટ્રેક્ટર અને થ્રેસર મશીન જેવા સાધનો લઈ જઈ શકશે તેવી જાહેરાત કરવામા આવી હતી. કલેકટરના આદેશ બાદ ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

Similar News