ભરુચ : જિલ્લાના ગોડાઉનોમાં અનાજ કૌભાંડનો પર્દાફાશ કરતાં ધારાસભ્ય, ગાંધીનગરની પુરવઠા નિગમની ટીમ કરશે તપાસ

Update: 2020-05-29 12:42 GMT

ભરૂચમાં સરકારી અનાજના ગોડાઉનમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે રેડ પાડી ઓછું અનાજ પહોંચતું હોવાનો પરદા ફાસ્ટ કરતા આજરોજ ગાંધીનગરથી પુરવઠા નિગમની ટીમે ભરૂચના સરકારી અનાજના ગોડાઉનમાં સ્ટોકની ખરાઇ સાથે કોભાંડ મુદ્દે તપાસનો દોર શરૂ કર્યો છે.

ભરૂચમાં સસ્તા અનાજની દુકાનો પર ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ ધારાસભ્ય દુષ્યંત પટેલ સુધી પહોંચતા તેઓએ અનાજ કેમ ઓછું પહોંચે છે? તે અંગે તપાસ શરૂ કરી હતી જોકે તપાસ દરમિયાન સરકારી અનાજના ગોડાઉનમાં થી જ ઓછું અનાજ આવતું હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને તેમની ટીમ સહિત ભરૂચ પુરવઠા વિભાગના કર્મચારીઓ સરકારી અનાજના ગોડાઉન ઉપર પહોંચ્યા હતા અને અનાજની ગૂણોનું વજન કરાવતા 50.500 કિલોગ્રામની ગુણોમાં સરેરાશ સાડા 350 ગ્રામ સુધી વજન ઓછું આવતું હોવાનું જાણવા મળ્યું હતું.

ધારાસભ્ય દુષ્યંત પટેલના જણાવ્યા મુજબ 3000 જેટલી ગુણોનું વજન કરાવતા 50 કિલોની 17 ગુણ જેટલો અંતર આવતા કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. ધારાસભ્યએ અંગે જિલ્લા કલેકટર, ભરૂચ એસપી અને ગાંધીનગર પુરવઠા નિગમ સહિત રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી સરકારી અનાજના ગોડાઉનમાં થી પહોચતું ઓછું અનાજ મુદ્દે તપાસ કરી કુસુરવાર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરી હતી.

જેને લઇ આજે ભરૂચના અનાજ ગોડાઉન ની ચર્ચાઓ ગાંધીનગર સુધી ગુંજતા ગાંધીનગર પુરવઠા નિગમના અધિકારીઓ સવાર થતાં જ ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા અને મદદનીશ નિયામક ધવલ કોકાણી એ જાતે તપાસ શરૂ કરી સ્ટોકની ખરાઈ કરવાની કાર્યવાહી આરંભી છે. હવે આગામી દિવસોમાં અનાજ કૌભાંડ મુદ્દે વધુ નવા ચોંકાવનારા ખુલાસા સપાટી પર આવી શકે તેમ છે.

Similar News