ભરૂચ : IDFC બેંકના એટીએમમાંથી 16.85 લાખ રૂા.ની ચોરી, તપાસનો ધમધમાટ

Update: 2020-03-11 09:56 GMT

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલાં આઇડીએફસી બેંકના એટીએમમાંથી રહસ્યમય સંજોગોમાં 16.85 લાખ રૂપિયાની માતબર રકમની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.

ઝાડેશ્વર ચોકડી નજીકના એક કોમ્પ્લેક્ષમાં આઈડીએફસી ફર્સ્ટ બેંકનું એટીએમ કાર્યરત છે. બે દિવસ પહેલાં એટીએમમાંથી 16.85 લાખ રૂપિયાની માતબર રકમ ગાયબ થઇ હોવાનું ધ્યાને આવી હતી. એટીએમમાં નાણા ડીપોઝીટ કરવામાં આવ્યાં બાદ ચોરીની ઘટના બની હતી.

ફરિયાદી કોણ બને તેની વિમાસણ બાદ આખરે બેંક તરફથી સી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલાએ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી જઈ એટીએમની આજુબાજુ માં રહેલી દુકાનો ના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે. લાખો રૂપિયાની ચોરીની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની પ્રબળ શકયતા જોવાય રહી છે.

Similar News