ભરૂચઃ નવરાત્રીનાં પ્રથમ દિવસે વાવેલા જવારાનું પરંપરાગત રીતે કરાયું વિસર્જન

Update: 2018-10-18 07:24 GMT

ભક્તો દ્વારા માતાજીનાં જ્વારા વાવી નવ દિવસ સુધી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

નવરાત્રિ પર્વમાં ભાવિક ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ સાથે પૂજા અર્ચના કરી માતાજીની ભક્તિમાં લીન થતા હોય છે. ત્યારે આજરોજ દશેરાનાં દિવસે ઉપવાસનાં પારણા કરવાની સાથે નવરાત્રિ પર્વની પૂર્ણાહૂતિ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાનાં ગામડાઓમાં માતાજીનાં જ્વારાનું નવરાત્રિનાં પ્રથમ દિવસે સ્થાપન કરવામાં આવે છે.

આજરોજ દશેરાનાં દિવસે શ્રદ્ધાભેર જ્વારાની પરંપરાગત રીતે યાત્રા યોજવામાં આવે છે. આ યાત્રામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે. જ્વારાની યાત્રા પસાર થાય ત્યારે રસ્તામાં શ્રદ્ધાળુઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં નર્મદા નદીમાં તેનું વિસર્જન કરવામાં આવે છે. પ્રથમ દિવસે સ્થાપના કરવામાં આવેલા જ્વારાનું દશેરાએ વિસર્જન કરી નવરાત્રિ પર્વને પરંપરાગત રીતે પૂર્ણ કરવામાં આવે છે.

Tags:    

Similar News