ભરૂચઃ વેરો નહીં ભરનારા મિલકત ધારકો સામે પાલિકાએ કરી લાલ આંખ

Update: 2018-12-05 12:23 GMT

15 દિવસનો નોટીસ પિરિયડ આપવા છતાં મિલકત ધારકોએ વેરો નહીં ભરતાં આખરે કામગીરી શરૂ કરાઈ.

ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં આવતાં મિલકત ધારકોને બાકી વેરો ભરવા માટે પાલિકા દ્વારા અગાઉ નોટીસ આપવામાં આવી હતી. અને 15 દિવસની મુદત આપવામાં આવી હતી. છતાં કોમર્સિયલ અને રેસિડન્સિયલ મિલકત ધારકોએ વેરો ભરવામાં મનમાની કરતાં આખરે પાલિકાએ સિલિંગનું શસ્ત્ર ઉગામ્યું છે. વેરો બાકી હોય તેવી મિલકતોને સિલ કરવામાં આવી રહી છે.

નગર પાલિકાનાં અધિકારી મીરાંત પરીખે આ અંગે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા મિલકત ધારકોને 15 દિવસની નોટીસ આપી હતી. છતાં કોઈએ વેરો નહીં ભરતાં આખરે સિલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ માત્ર બંધ દુકાનોને ટાર્ગેટ બનાવવામાં આવી છે. ચાલુ દુકાનોને પણ સિલ કરવામાં આવશે પરંતુ તે પહેલાં જો વેરો ભરી દેવામાં આવશે તો તેવા દુકાનધારકો સિલિંગની પ્રોસેસમાંથી બચી શકશે. હજુ આ ડ્રાઈવને આગામી 15 દિવસ સુધી પાલિકા દ્વારા યથાવત રાખવામાં આવશે.

Similar News