ભરૂચ : રેલવે સ્ટેશનની અંદર મોપેડ લઇને પહોંચેલા યુવાનનો વિડીયો વાયરલ

Update: 2020-03-11 10:56 GMT

ભરૂચના રેલવે સ્ટેશન પર મોપેડ સવાર યુવાન મોપેડ લઇને પ્લેટફોર્મ સુધી પહોંચી ગયો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પોતાના સગા- સંબંધીને લેવા માટે આવેલો યુવાન મોપેડ બહાર પાર્ક કરવાના બદલે મોપેડ સાથે જ પ્લેટફોર્મ પર પહોંચી ગયો હતો. યુવાનનો વિડીયો વાયરલ થયા બાદ રેલવે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. મોપેડ પર આવેલાં યુવાનનો કોઇ મુસાફરે વિડીયો ઉતારી લીધો હતો. ટુંકા રોકાણ બાદ યુવાન મોપેડ લઇને ફુટ બ્રિજ ઉપરથી બહાર નીકળી ગયો હતો. પાટા ઓળંગવા, પ્લેટફોર્મ ટીકીટ ન હોવા સહિતના કિસ્સાઓમાં લોકો સામે કાર્યવાહી કરતી રેલવે પોલીસ આ કિસ્સામાં પણ કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Similar News