ભરૂચ : વાલીયાથી સીલુડીનો રસ્તો 20 વર્ષથી બિસ્માર, જુઓ ગામલોકોએ શું કર્યું

Update: 2020-02-28 11:10 GMT

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં વાલીયાથી સીલુડી ગામનો રસ્તો ખખડધજ બની ગયો હોવા છતાં રીપેરીંગ નહિ કરાતાં લોકોમાં રોષ જોવા મળી રહયો છે. શુક્રવારના રોજ પાંચથી વધારે ગામના લોકોએ ભેગા મળી રસ્તા રોકો આંદોલન કરતા વાહનવ્યવહાર પર અસર પડી હતી.

રાજય સરકાર ભલે દરેક ગામડાઓને પાકા રસ્તાથી જોડવાનો દાવો કરતી હોય પણ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે. વાલીયાથી સીલુડી ગામને જોડતો રસ્તો છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી રોડની આસપાસ આવેલાં પાંચ જેટલા ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહયાં છે. ખરાબ રસ્તાને કારણે વાહન ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહી આવતાં શુક્રવારના રોજ લોકોએ એકત્ર થઇ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. વાહનવ્યવહાર ઠપ થઇ જતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વહેલી તકે રસ્તાનું રીપેરીંગ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Similar News