UIDAIએ આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની સમયમર્યાદા વધારી

Update: 2024-05-08 04:53 GMT

દેશમાં સરકારી યોજનાઓના લાભો મેળવવા માટે અને તમારા ઓળખ કાર્ડ તરીકે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડમાં તમારી વ્યક્તિગત અને બાયોમેટ્રિક વિગતો હોય છે. દર 10 વર્ષે તેમને અપડેટ કરવું ફરજિયાત છે. જો તમે છેલ્લા ઘણા વર્ષોથી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો હવે તમે તેને મફતમાં અપડેટ કરી શકો છો.

જો કે, આધાર કાર્ડમાં કોઈપણ ફેરફાર કરવા માટે ફી ચૂકવવી પડશે. જેમાં કોઈનું સરનામું અને મોબાઈલ નંબર બદલવા માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડે છે. તેવી જ રીતે અન્ય ફેરફારો કરવા માટે પણ તમારે ફી ચૂકવવી પડશે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. હવે આધાર કાર્ડ ધારકો 14મી જૂન સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના તેમના આધાર કાર્ડને અપડેટ કરી શકશે. આ પછી તમારે અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. કોઈપણ પ્રકારની ડુપ્લિકેશન અને ફ્રોડ ગતિવિધિઓથી બચવા માટે યુઝર્સે સમય સમય પર આધાર કાર્ડને અપડેટ કરતા રહેવું જોઈએ. કારણ કે ભારતમાં ઓળખ માટે અને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ લગભગ ફરજિયાત છે.

આધાર અપડેટ એન્ડ ઇનરોલ રેગ્યુલેશન 2016 મુજબ, ઓળખનો પુરાવો અને સરનામું દર 10 વર્ષે અપડેટ થવું જોઈએ. આ જ નિયમ બ્લુ આધાર કાર્ડ પર પણ લાગુ પડે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બ્લૂ આધાર કાર્ડ બને છે. આધાર ધારકો તેમનું નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ અને રિલેશનશીપ સ્ટેટ્સ અપડેટ કરી શકે છે.

Tags:    

Similar News