ભરૂચમાં ૩૧મા માર્ગ સલામતી સપ્તાહની કરાઈ ઉજવણી

Update: 2020-01-11 06:42 GMT

તારીખ ૧૧ થી ૧૭ સુધી ૩૧માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ભરૂચ જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી ભરૂચ ટી.આર.બી તથા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉજવવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવવામાં આવશે તદુપરાંત ભરૂચના વિવિધ વિસ્તારોમાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોને અનુલક્ષીને કાર્યક્રમો કરી વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવશે.

ભરૂચ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક અવેરનેશ માટે રેલી

સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોડ પરથી પસાર થતા

વાહનચાલકોએ સીટ બેલ્ટ, પાર્કિંગ તથા વાહનને રોડ પર કઈ

દિશામાં ચલાવવું,હેલ્મેટ પહેરવાના ફાયદા જેવી જાગૃતી લાવવા તેમને

ફૂલ આપી હેલ્મેન્ટના ફાયદાની સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચ આરટીઓના એઆરટીઓ પોખિયા,ભરૂચ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ અભિરાજસિંહ રણા, નગરપાલિકા

પ્રમુખ સુરભી તબકુવાલા, તથા ભરૂચ પોલીસ,ભરૂચ આરટીઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Similar News