બારડોલીથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થયો એક્તા યાત્રાનો પ્રારંભ

Update: 2018-10-19 07:58 GMT

સરદાર પટેલના જીવન કવન, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગો વિશેની માહિતી એક્તા યાત્રા દ્વારા લોકોને પુરી પડાશે

નર્મદા બંધ પાસે નિર્માણ પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું આગામી 31 ઓક્ટબરે વડાપ્રધાનનાં હસ્તે ઉદ્દધાટન થવાનું છે. જે પ્રસંગ એક સંભારણું બને અને સરદાર પટેલનો સંદેશ લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવા માટે આવતી કાલથી એટલે કે 20થી 29 ઓક્ટોબર અને બીજા તબક્કામાં 15 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન સુરત જિલ્લાભરમાં એકતા યાત્રાના ત્રણ રથો ગામે ગામ ધુમશે. દરેક ગામમાં એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આજરોજ સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક્તા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

[gallery data-size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="CM Rupani In Bardoli" ids="69589,69590,69591,69592"]

આ તબક્કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જે નગરના સત્યાગ્રહ અને લગાન સામે ખેડૂતોની એક્તાએ વલ્લભભાઈ પટેલને સરદાર સાહેબનું બિરુદ અપાવ્યું તે સ્થળની મુલાકાતનું સૌભાગ્ય એ જીવનની એક સુભગ તક છે. તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબ દેશની એકતાનું પ્રતિક છે. દેશની એક્તા માટે સરદાર સાહેબની કુનેહ અને પ્રતિબદ્ધતાને કારણે જ આજે દેશ એક અને અખંડ છે. જો સરદાર સાહેબ ના હોત તો દેશનો નકશો જ અલગ હોત. તેમ સ્પષ્ટ પણે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ સરદાર જ્યંતી 31 ઓકોટબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તે દિવસ રાષ્ટ્રના ઇતિહાસમાં મહત્વનો અને ઐતિહાસિક બનશે.આજથી સમગ્ર ગુજરાતમાં બે તબક્કામાં 10 હજાર ગામડાઓમાં ફરશે. અને સરદાર પટેલના જીવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે માહિતગાર કરવામાં આવશે.

Similar News