કોરોના વાયરસ: નેતન્યાહુના 'નમસ્તે' પર શશી થરૂર બોલ્યા - દરેક પરંપરામાં વિજ્ઞાન, એટ્લે જ ભારત મહાન

Update: 2020-03-05 05:43 GMT

ઇઝરાઇલના વડા પ્રધાન

બેન્જામિન નેતન્યાહૂએ તેમના દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ કોરોના વાયરસથી બચવા

એકબીજા સાથે હાથ ન મિલાવે અને ભારતીયોની જેમ નમસ્તે કરે.

દુનિયાભરના

નિષ્ણાંતોએ કોરોના વાયરસથી સંકળાયેલા સૂચનો આપ્યા છે, એટલે કે એકબીજાથી

શારીરિક અંતર જાળવવા. આ એટલા માટે કે બીજા કોઈમાં બીમારી ફેલાય નહીં. ઇઝરાઇલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના દેશવાસીઓને

કહ્યું છે કે તેઓ એકબીજા સાથે હાથ ના મિલાવી અને ભારતની જેમ નમસ્કાર કહે. હવે કોંગ્રેસના નેતા શશી થરૂરે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસ નેતા શશી થરૂરે પોતાના ટ્વિટમાં કહ્યું, 'દરેક પરંપરામાં વિજ્ઞાન છે, એટ્લે જ ભારત મહાન છે.'

https://twitter.com/ShashiTharoor/status/1235263361345970176?s=20

શશી થરૂરના આ જવાબની

સોશિયલ મીડિયા પર પણ પ્રશંસા થઈ રહી છે. પહેલાથી જ શશી થરૂર અંગ્રેજી શબ્દો માટે

સોશિયલ મીડિયા પર લાઈમ લાઇટમાં રહે છે, અને હવે તેમની હિન્દીને લઈને ટ્વિટર યુઝર્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે.

Tags:    

Similar News