દાહોદ : હવે બેરોજગારોને ગામમાં જ રોજગારી મળશે, જુઓ વડવાના સરપંચે ગ્રામજનો માટે શું કર્યું..!

Update: 2020-01-08 07:45 GMT

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના

વડવા ગામના પરિવારોને રોજગારી આપવા માટે સરપંચ દ્વારા

ઈંટોનો ભઠ્ઠો શરૂ કરવામાં

આવ્યો છે. ગામના લોકોને

ગામમાં જ રોજગારી મળી રહે તે

માટે 45 જેટલા શિક્ષિત બેરોજગારને ઈંટ બનાવવાની

ઉદ્યોગિક પધ્ધતિથી તાલીમ

આપવામાં આવી રહી છે.

મન હોય તો માળવે જવાયની કહેવતને સાર્થક કરતો કિસ્સો

ગરબાડા તાલુકાના વડવા ગામના સરપંચ સીબાબેનની કામગીરી થકી જોવા મળ્યો હતો. તેઓએ વડવા ગામના લોકોને પોતાના ગામમાં જ રોજગારી મળી રહે તે માટે નીત નવા પ્રયાસો કર્યા છે. ગામમાં સરપંચ બન્યા બાદ તેઓ દ્વારા અંધશ્રદ્ધા, વ્યસનમુક્તિ, નિરક્ષરતા તથા બેરોજગારી જેવા મુદ્દાઓ પર કામગીરી કરી હતી. તેઓએ સ્થાનિક કક્ષાએ લોકોને રોજગારી મળી રહે તે દિશામાં

પ્રયાસો કર્યા.

એક સમય વડવા ગામમાં એવું હતું કે, લોકોને રોજગારી મળતી ન હતી, ત્યારે તેઓએ શાકભાજીની વાડી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

છેલ્લા 3 વર્ષથી આ પ્રોજેક્ટમાં ગામના 20થી 25 ટકા લોકો વાડી યોજનાનો લાભ લઈ

રહ્યા છે, જેમાં તમામ

પ્રકારના શાકભાજી, કંદમૂળ જેવા પાકો બારેમાસ પકાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગામના જ 45 જેટલા શિક્ષિત બેરોજગાર

લોકોને ગામમાં જ રોજગારી મળી

રહે તે માટે ઈંટો બનાવવાની ઉદ્યોગિક પધ્ધતિથી તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ગામના પરિવારોને રોજગારી આપવા માટે ઈંટોનો ભઠ્ઠો શરૂ કરવામાં આવ્યો છે. એક સમયે વડવા ગામનો ક્રાઇમ રેટ ખૂબ જ ઊંચો હતો, ત્યારે વ્યસનમુક્તિના કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો, સુથારીકામ, સીવણકામ, કડિયાકામ તેમજ વાડી યોજના થકી

હવે 60 જેટલા પરિવારો સ્વનિર્ભર બન્યા છે. વધુમાં વધુ

લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેવા પ્રયાસો અમારા ગામના સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Tags:    

Similar News